તન મન દિયા તો ભલી કરી l
ડારા શીર કા ભાર ll
કબ કહે જો મૈં દિયા l
તો બહોત સહેગા માર ll
જો તે તારાં તન મન પરમાત્મા સ્વરૂપ સદગુરુને સોંપી દીધા તો તે સારામાં સારૂ કામ કર્યું, તે માથાનો બધો ભાર ઉતારી નાખ્યો. પણ ત્યાર પછી, હું કેટલો સારો માણસ છું, કે મેં સર્વસ્વ સોંપી દીધું, એવો ગર્વ કરવામાં તે તારાં સોંપી દીધેલા મનનો ઉપયોગ કર્યો. તો તારે ઘણું જ સહન કરીને, જન્મ મરણના ફેરાનો માર ખાવો પડશે.