જિંદગી કેવી મઝા કરે છે તું
ખુશી ની રાતે ઊંઘવું ગમે નઈ અને દુઃખ ની રાતે ઊંઘ આવે નઈ,
ઘર ના સાથે વ્યવહાર રાખે નઈ અને બહાર વાળા સાથે ઘર જેવું રાખે,
પ્રસંગ માં લોકો ને જમાડવા પૈસા ખર્ચે પણ સંતાન ને ભણાવવા ખર્ચે નઈ,
પુત્ર શ્રવણ જોવે સહુ ને પણ જમાઈ શ્રવણ થાય તે ગમે નઈ,
પોતે ભૂલ કરે તે અવગણે અને બીજા ની ભૂલ ની ગણતરી થાય,
પોતાના માબાપ નું ચાલવા દે નઈ અને પોતાના સંતાન ઉપર ચલાવવા જાય,
જિંદગી કેવી મઝા કરે તું...