#જાહલ_પછીત
વરસાદની બસ એક બીક છે
મારાં ઘરે જાહલ પછીત છે
ના જાણવા પામે જરી કોઈ-
આ આંખ મારી સ્હેજ લીક છે
અંધારનું સામ્રાજ્ય છે છતાં-
એ તેજનાં ટપકાં ખચીત છે
ડગલુંય ક્યાં ચાલી શકાય છે !
એક ઉંબરો ને બીજી છીંક છે
બે આંસુ ભેગાં ના થયાં કદી
બંને વચ્ચે કેવી આ ભીંત છે?
@હરેશ_વડાવિયા