' બોલનારી ગઈ '
મેરી સ્મીથ જોન્સ એનું નામ
હતી સામાન્ય આદિવાસી
રહેતી હતી અમેરિકાના અલાસ્કામાં
ઉંમર હતી નેવું વર્ષ.
જરાપણ નહોતી સાહસિક કે કરતબબાજ
મંત્ર તંત્ર કશું જાણતી નહોતી
કદી કોઈ પુરસ્કાર પણ મળ્યો નહોતો.
કે દેશ ઓળખે એને જૂદી રીતે.
વધતી ઉંમરના કારણે
2009 એકવીસમી જાન્યુઆરીના દિવસે
એ ગુજરી ગઈ.
પણ આખી દૂનિયાએ એની નોંધ લીધી
અખબાર, રેડિયો, ટેલિવિઝન અને
યુનિવર્સિટીના ભાષા ભવનમાં એ ગૂંજી.
કેમકે એ અંતિમ વ્યક્તિ હતી
ઈયાક ભાષા જાણવા વાળી
એના મૃત્યું સાથે
ઈયાક ભાષા પણ મરી ગઈ
આ ધરતી પરથી.
કવિ- યાદુમનિ બેસરા
અનુવાદ- કૌશિકરાય