પંખીને થાય જેમ મનમાં
મને પણ થાય એમ મનમાં;
ઊંચેરા આભમાં ઉડે છે પંખી જેમ
મારે પણ ઉડવું ગગનમાં.
સોસાયટીના એકાદ ખૂણે
હો' ગાર્ડન નાનકડું,
ને સ્વિમિંગ પૂલ હોય
ખાબોચિયાં જેવડું;
વળી, આવડી તે જગામાં મારે
છબછબિયાં કરવા કે પછી ખેલવું..??
ગાઢ નિબિડો મહીં
મ્હાલવું છે મ્હારે ને
ગોતાખોરી કરવી છે સમંદરમાં.
ઊંચેરા આભ મહીં ઉડે છે પંખી જેમ
મારે પણ ઉડવું ગગનમાં..
ધૂમાડો ઓકતી ફેક્ટરી ને મોટરો થકી
મને બહુ ગૂંગળામણ થાય.
સિમેન્ટ-કોક્રિટની દિવાલોની વચ્ચે
મારું મન ઘણું મુંઝાય.
પ્રકૃતિના નિકંદને -
રસ્તા, ઇમારતો ને કારખાનાં બનાવવાં
આને જ શું વિકાસ કહેવાય..??
મારે તો વૃક્ષોની ડાળીઓ પર આમતેમ
રમીને રહેવું આનંદમાં..
ઊંચેરા આભ મહીં ઉડે છે પંખી જેમ
મારે પણ ઉડવું ગગનમાં.
' નિ: શબ્દ ' નિષાદ