શું છે પ્રેમ?
માનો તો છે સઘળું;
ના માનો તો છે ખાલીપો!
શું છે પ્રેમ?
માનો તો છે સમર્પણ;
ના માનો તો છે તર્પણ!
શું છે પ્રેમ?
માનો તો છે વિશ્વાસ;
ના માનો તો છે બકવાસ!
શું છે પ્રેમ?
માનો તો છે મીઠું ઝરણું;
ના માનો તો છે ખારાશ!
શું છે પ્રેમ?
માનો તો છે સ્વાવલંબન;
ના માનો તો છે અવલંબન!
શું છે પ્રેમ?
માનો તો છે સ્નેહસંબંધ;
ના માનો તો છે બંધન!
શું છે પ્રેમ?
માનો તો છે ઉજાસ;
ના માનો તો છે અંધકાર!
શું છે પ્રેમ?
માનો તો છે મોકળાશ;
ના માનો તો છે અવકાશ!
હવે સમજાયું!"લાડુ"!
શ્રદ્ધા ને વિશ્વાસ છે પ્રેમ!!
✍️-ખ્યાતિ સોની"લાડુ"
0૭/૧૨/૨૦૨૦