સવાર થઈ ને તુ યાદ આવ્યો
માંગણી કરી મારા જવાબ ની
યાદ આવે છે તારી પલ પલ
બેઠી છું જવાબ ની રાહ જોઈ
બપોર થઈ ઇચ્છા થઇ વાત કરવાની
જવાબ મળ્યો કે સોનેરી સાંજ થવાદે
રાહ જોઇને બેઠી સાજ થવાની
હર ગડી કાઢવી ગોજારી લાગી
અંતે સાંજ થઈ રાહ પુરી થઈ
અંતે મળ્યા સમાચાર એવા કે
હવે હર સાંજ સોનેરી નહીં
પરંતુ લાગે છે ભયાનક...