ઝંખના તારાં વિરહની, આંખ રોતી પડી,
એ હતી એકાંત વાળી, રાત મોટી પડી.
એક હું સાવે અધીરો, સાવ તારાં વિના,
એક તું કે, મારી તો સાવ ન્હોતી પડી!
આગમન થાશે કે શું? આઘાત જાશે કે શું?
કોણ સમજાવે નજરને, વાટ જોતી પડી!
એક મારી એક તારી વાત સાચી પડી,
એક મારી એક તારી વાત ખોટી પડી.
અક્ષ તું પણ આ મહેફિલમાં નથી એકલો,
કેટલાં એવાં હશે કે, વાહ મોડી પડી?
-Akshay Dhamecha