માસ્ક સાથે જીવવાનું છે હજી,
થોડું અંતર રાખવાનું છે હજી!
તો જ સાંકળ એની તૂટી પણ શકે,
લૉકડાઉન પાળવાનું છે હજી!
સાવચેતી રાખીને આગળ વધો,
ખાસ્સું અંતર કાપવાનું છે હજી!
દોર અધવચ્ચે કપાઈ જાય નહિ!
કોઈ માટે જીવવાનું છે હજી!
જો જે, ફાવી જાય ના 'કોરોના', દોસ્ત!
એની સામે જીતવાનું છે હજી!
- હેમંત મદ્રાસી