રોજ રોજ કવિતા નાં લખાય રે,
કયારેક ક્યારેક ગઝલ પણ લખાય રે.
ગુજરાતી શબ્દોની સરિતા સુકાઈ રે,
ક્યારેક ક્યારેક ઉર્દુ, અરબી શબ્દો લખાય રે.
હિન્દી ગીતો તો ફિલ્મોમાં ખુબ સાંભળવા મળે,
કયારેક ક્યારેક લોક ગીતો લખાય રે.
પ્રાશબધ રચના હંમેશા સાંભળવી ગમેજ,
ક્યારેક ક્યારેક અછઁદાસ રચના લખાય રે.
તસવીરકાર, લેખક ભાટી તમે ભલે હો યાર,
ક્યારેક કયારેક અઝીઝ કવિતા લખાય રે.
ભાટી એન અઝીઝ
06/12/2020