મોરપીંછની ચાદર......
હરિ તમોને મળવા માટે હળવે હળવે તરસું
મોરપીંછની ચાદર ઓઢી અંદર અંદર વરસું
ફૂલપછેડી લાગે રૂડી
આકાશી આંખ્યુંમાં ઉડી
ભીનાં ભીનાં વાદળ વચ્ચે ટહુકીને ઝરમરશું.......
અલપઝલપ દરિયાને પીધો
ઘેન ઘડૂલો વ્હાલો કીધો
પ્રેમભરેલી વાણી કેવળ અંતરિયામાં ધરશું.......
તારા બોલે બંધાણી'તી
અંધારામાં અજ્વાળી'તી
તારલિયાની પવનપાવડી પ્હેરી પગલાં ભરશું........
--- હર્ષિદા દીપક