દિલે કર્યો સવાલ આંખને,
કેમ આજે રાહની ધડકન,
સૂનસામ ભાસે, પગરવ નથી ?
આંખે કહ્યું દિલને અદબથી,
એ આવશે મારા જ રસ્તેથી,
હું નિહારુ વાટડી, પલક તું નાં ઢળતી.
રાહ જોવામાં ને જોવામાં જ્યારે ધારેલું નાં હોય અને અણધારી ઈચ્છા પૂરી થાય, સ્વપ્નમાં પણ નાં કલ્પેલું હકકિત થાય, ત્યારે જે અદભૂત ક્ષણ રચાય, આંખ, હોઠો ને દિલનું અણધાર્યું મિલન થાય, બત્રીસે કોઠે દિવા ઝળહળે, પગ જ્યાં થિરકતા નૃત્ય કરતાં હોય, હાથથી તાળી પાડી ખુશી વ્યક્ત થતી હોય, આંખોમાંથી હરશ્રાશું વહેતાં હોય, હોઠો મરક મરક મરકતાં હોય, ગાલ પર આંસુઓનું લીંપણ હોય, કાન લાલ લાલ થઈ જાય, દિલની ધડકન બહાર સંભળાય એટલો ખુશીનો અવાજ કરે, અણધાર્યા મિલનની પરાકાષ્ટા એટલે જીવનની માણેલી ઉત્તમ પળો. જે ભાથું જીવનમાં અમૂલ્ય બને.
""અમી'"