પરવર દિગાર તારી રહેમત બધા પર છે,
નહીં કોઈ નાનો કે મોટો રહેમત બધા પર છે.
તારી અનમોલ ચીજ વિના મુલ્યે બધા ને આલે,
જીવ માત્રની ચિંતા પરવર દિગાર તારા પર છે.
નહીં કોઈ ઓફિસ કે નોકર ચાકર તોય,
કારોબાર ટનાટન ચલાવાની જવાબદારી તારા પર છે,
તારી રચેલી પંચ તત્વની સૃષ્ટિ અજીબો ગરીબ છે
જન્મ ને મૃત્યુનીય જવાબદારી તારા પર છે.
લાગણી ના સંબંધો એવા બાંધી ને રાખે,
મમતા મુકાવાની જવાબદારી તારા પર છે.
આ રંગ મંચમાં બધા ભિન્ન ભિન્ન અભિનય કરે,
અઝીઝને સુપર સ્ટાર બનાવાની જવાબદારી તારા પર છે.
ભાટી એન અઝીઝ