Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

સ્વજન વિના ઘર સૂના

હજુ હમણા
અટારીએ નયન નમણાં
વચન દેતાં નીચાં ઢળી,
આજે
વિદાઇનાં ગીતડાં
કરી ભીનાં ભીંતડાં
અથરી થાય
સૂના ઝરુખે ઝુલવા
મન ભરમાવતી
મૂરત મીઠી યાદ ખીલતી.

હજુ હમણા
પગલાં ભરતાં સાથે,
આજે
એકલતા ભૂતાવળ
ઘર ખાવા દોડે
યાદનાં પુષ્પો ઉઘડે
ચમન સમ હૈયાંના તાર જોડે
અવઢવ અટપટી છાંયામાં
શ્વાસોશ્વાસ કપરા.

હજુ હમણા
દીવાલોમાં દીધાં થાપા
સિંદૂરિયા રહકતા
એ ચિત્ર દોરું,
આજે
લથડતી પીંછી
ના મૂરત બનતી.

હજુ હમણા
સ્વપ્ન નરવાં
ગીત ગરવાં
કરમહી કર ધરવા
અથરી આશાઓ,
આજે
કપરા દિવસો
સ્વપ્ન ભારે
વિરહરંગી સાંજ ઉઘડી
આભાસો પીવાતા
રગરગ સળગી
સાંજ વળગી
અનિમેશ નયને
મૂ્ંગી ઇચ્છાઓ વલખી
મન વ્યગ્ર કરતી.

હજુ હમણા
પંપાળી હૂંફ ગમતી,
આજે
કાળવી ફૂંકે
અભાવોને પંપાળી
વ્યથાઓને ઘૂંટી
ભણકારા ઝીલી
પાંપણ બળતી.

હજુ હમણા
ઉજાશો ઘર ભરતાં,
આજે જાણે
ફરકે થરકે રહકે
ઘરની સીમાઓ
પગરવ જકડે.

હજુ હમણા
હૈયાની રેશમ વાતો છાની ધબકી,
આજે
રજની મૌન સૂતી
વિરહ સળગે
ચમન ભડકે
ફોરમ વિણ ખાલી
સ્મરણ ઝરણાં દ્રવે
મૂંગો ભ્રમર ભટકે ખોજવા
ભવરણે મીઠી વીરડી
ને આ
શબ્દે સરી જતી સરિતા...

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111621423
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now