ગુલાબજાંબુ ખવડાવી તો જો,
ઉષાનો ઉદય સુપ્રભાતે કરી તો જો.
દિલથી દર્શન કરી પગે પાયલ બાંધી તો જો,
ધડકનની ગણતરી હવે કરી તો જો.
પ્રેમથી ચાર આંખો કરી મુખડું મલકાવી તો જો,
હોઠનું હાસ્ય બતાવી ખુશી આપી તો જો.
હાથમા હાથ આપી સાથે ચાલી તો જો,
સાહીલ કિનારે દિલ દરિયો ઘૂઘવી તો જો.
રેતીમાં તારું નામ લખું ત્યાં મોજુ આવી જાય છે,
અઝીઝનું નામ અમર ઇતિહાસમાં લખી તો જો.
ભાટી એન અઝીઝ
05/12/2020