ચીંધીશ ના આંગળી, તું તારું જોને!
બીજાના કરતાં દોષો તારાં તું ધોને!
સલાહ નકામી આપવાની છોડીને,
ખુદ અનુસરવાનું હવે તો તું રાખને.
બીજાની થાળીનો લાડવો નકામો,
ગમે તેવો પણ પોતાનો તું ચાખને.
દોડી દોડી નિયત રસ્તા પર પામીને,
મનનાં આ કોઠારે સંતોષ તું નાખને.
દ્રશ્ય બહારી કરે ના સમાધાન કદી,
માટે જ તો નાદાન અંતરમાં તું જોને.
"નીલ"