હું આજ સાસરીયે જાઉ છું
____________________
પિયર નું પાનેતર પહેરી પપ્પા,હું આજ સાસરીયે જાઉ છું,
નાનપણ અને બાળપણ તમારા ચરણે મૂકી જઉ છું.
પપ્પા,હું તમારી દીપ જ્યોત પ્રગટાવવા સાસરીયે જાઉં છું.
આજ સુધી ની શીખામણ તારી હું પાલવ માં બાંધી જાઉ છું,
હેત નીતરતું હૈયું તારું મમતા સાથે લઈ જાઉં છું.
પાપા પગલી ઓ મારી, તારા હૈયા મા મૂકી
જાઉ છું,
મમ્મી,હું સાસરે તારી ફોરમ ને ફેલાવવા જાઉ છું.
હેત - પ્રેમ અને સંસ્કાર ની મૂડી હું સાથે લઈ ને જાઉં છું,
લાડ - કોડ ભરી યાદો મારી તમારા ઓશિકા નીચે મૂકી જાઉ છું,
દાદા - દાદી, હું તમારા આશિષ લઈ ને જાઉં છું ,હું સાસરીયે જાઉ છું.
આજ સુધી ની જીદ મારી , તમારી પાસે મૂકી જાઉં છું
કાકા,કાકી પ્રેમ તમારો હું, હ્રુદય માં ભરી જાઉં છું,હું સાસરીયે જાઉં છું .
નાના નાના પ્રેમ ભર્યા ઝગડા મારા,દીપ ભઈલા તુજ માટે મૂકી જાઉં છું,
મીઠી મધુરી યાદો તારી ,મુજ પાંપણ માં ભરી જાઉં છું.
જીવન સાગર નો દરીયો ખેડવા,હું જીવન સાથી સાથે જાઉં છું,
મુજ થાપા ઓ અહીં ભીંતે છાપી, હું સાસરીયે કુમ કુમ્ પગલાં પાડવા જાઉં છું,
હું સાસરીયે જાઉં છું.