જો સમય ભડકે બળે તારા વગર,
તું રોજ મળે મારા મનને તારા વગર,
મે પછી આકાર લઈ લીધો હતો
કોણ પાછું ઓગળે તારા વગર.
તું સરિતા છે કે નથી શું ખબર ?
તોય દરિયો ખળભળે તારા વગર.
કોણ આ મારી મહી થી નીકળી?
કોણ પાછું વળે તારા વગર.
હું ન ગાજુ,હું ન વરસું કંઇ જ નહિ?
જીદ પકડી મેહુલિયા એ તારા વગર.
મેહુલ યાદગાર