“સપનું”
આવ્યું એક સપનું આજે ને મન ખીલી ગયું.
ખોલી આંખો ને શોધ્યું તો ક્યાંક તે સંતાઈ ગયું.
વિચાર્યુ ઘણું તેનાં વિશે ને મન માં તે સમાઈ ગયું.
વસી ને મન માં ઘણી યાદો નું સ્મરણ કરાવી ગયું.
બતાવ્યો એક ચહેરો ને જાણે શ્વાસ પણ થંભાવી ગયું.
અપાવી ને યાદ પણ તેની ખોટો સાબીત મને કરી ગયું.
ઊભો રહ્યો મુઠ્ઠી માં રેત પકડી ને તે ધીમે થી સરકતું રહ્યું.
થોડી વાર માટે પણ ભલે જાણીતી એક મહેક આપતું ગયું.
થોડી મીઠી થોડી કડવી યાદો સાથે હકીકત બતાવી ગયું.
પ્રયત્ન તો ઘણો કર્યો રોકવાનો પણ ધીરે થી તે સરકી ગયું.
“મૃગેન (મૃગ)”