આ બિલમાં છે શું?
કેન્દ્ર સરકાર કાયદા તરીકે જે વ્યવસ્થા લાગુ કરી રહી છે તેને જોઈએ તો તેમાં કેટલાક મૂળભૂત ફેરફાર કરીને નવી જોગવાઈ મૂકવામાં આવી છે. નિયમાનુસાર, હવે વેપારી મંડી બહાર પણ ખેડૂતોનો પાક ખરીદી શકશે. હાલની વ્યવસ્થામાં ખેડૂતો પોતાનો પાક ફક્ત મંડીમાં જ વેચી શકે એટલે કે ખેડૂતોનો પાક ફક્ત મંડીથી જ ખરીદી શકાતો હતો.
દાળ, બટાકા-ડુંગળી જરૂરી વસ્તુની યાદીમાંથી બહાર
કેન્દ્ર સરકારે દાળ, બટાકા, ડુંગળી,અનાજ, ખાદ્ય તેલ વગેરે વસ્તુઓને જરૂરી વસ્તુઓના નિયમમાંથી બહાર કરીને તેની સ્ટોક સીમા ખતમ કરી દીધી છે. આ બંને ઉપરાંત કેન્દ્ર સરકાર કોન્ટ્રાક્ટ ફોર્મિંગને પ્રોત્સાહન આપવાની નીતિ ઉપર પણ કામ શરૂ કરી રહી છે. જેના પ્રત્યે ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
શું છે જરૂરી વસ્તુ અધિનિયમ
આવશ્યક વસ્તુના નિયમને સમજવા માટે આવશ્યક વસ્તુ અધિનિયમ 1955 પર નજર ફેરવવી જોઈએ. આ અધિનિયમને 1955માં ભારતની સંસદે પાસ કર્યો હતો. ત્યારે સરકારે આ કાયદાના મદદથી 'જરૂરી વસ્તુઓ'નું ઉત્પાદન, આપૂર્તિ અને વિતરણનું નિયંત્રણ કરે છે જેથી કરીને ગ્રાહકોને યોગ્ય ભાવે આ વસ્તુઓ મળી શકે.
સરકાર જો કોઈ વસ્તુને જરૂરી વસ્તુ જાહેર કરી દે છે તો સરકાર પાસે તેનો અધિકાર આવી જાય છે કે સરકાર પેકેજ્ડ પ્રોડક્ટનું મેક્સિમમ રિટેલ પ્રાઈસ (MRP) નક્કી કરી નાખે. તે મૂલ્યથી વધુ કિંમત પર વસ્તુ વેચવાથી સજા થઈ શકે છે.
2/n