થોડો વજનતો ઉપાડવો પડશે,
જિંદગીનો બોજતો ઉપાડવો પડશે.
ભાર લાગે તેની મજા નિરાળી હોય છે, !?,
શ્વાસમાં પ્રાણને ધીમી ધારે લૂંટવો પડશે.
કોઈ મારું તારું ઓળખીતું બની જાય તો,
લાગણીથી કેમ છો જરાં પૂછવું પડશે.
ચાર આંખોમાં સિતારો ચમકી જાય તો,
દિલ દરબારમાં રાસડે રમવું પડશે.
પૂનમ ચાંદનાં દર્શન કરી જરાં હરખાય જવાય તો,
અઝીઝને આશ્વાસન આપી આંશુ લૂછવું પડશે.
ભાટી એન અઝીઝ
04/12/2020