હું લખી લખી થાકી જવાનો,
તમે વાંચી વાંચી થાકી જવાના,!?
મીનિંગ લેશ ના બને આ સરિતા,
હું કિનારો શોઘી શોધી થાકી જવાનો,,, !?.
હું રાહ જોવ ઉષા સંધ્યા સુધી ક્ષિતિજે,
સુરજ ને ડુબાડી ડુબાડી થાકી જવાનો,,, !?.
અનમોલ જિંદગી નું હું અત્તર બનાવી વેચું,
તમે ખુશ્બૂદાર સુગંધ લઇ લઇ થાકી જવાના,,!?.
અંતરના પોલાણમાં બંસરી હિમાલયમાં વગાડું,
અઝીઝનો સુરતાલ સુણી સુણી થાકી જવાના !?.
ભાટી એન અઝીઝ