ડંખે છે મન ને!
આપનું ચાલ્યા જવું ડંખે છે મન ને
આ રીતે છેટા થવું ડંખે છે મન ને,
રોજ સ્મરણોના ભીતર ટોળા વળે છે
યાદ ઊંચકી હાંફવું ડંખે છે મન ને,
આપની સાથે દોડવું મંજૂર છે
એકલા આ ચાલવું ડંખે છે મન ને,
જાણે કોઈ હોય નહિ બળતો ચૂલો
એમ હૈયું બાળવું ડંખે છે મન ને,
આપતો ચાલ્યા ગયા મૂકી મૃગેશ
આપ વિના જીવવું ડંખે છે મન ને !