#હાલરડું
સોના પારણિયે ઝૂલો વીરા મારા સોના પારણિયે ઝૂલો,
સોનાનું પારણુંને હિરની રે દોરી,સોના પારણિયે ઝૂલો.
સોનાનો સૂરજ ઊગ્યો વીરા મારા,સોના પારણિયે ઝૂલો,
બ્હેની ઝૂલાવે ઝૂલો વીરા મારા, સોના પારણિયે ઝૂલો.
તમે મને ઘણા વ્હાલા વીરા મારા,સોના પારણિયે ઝૂલો,
ઊંઘ તમને આવશે વ્હાલા મારા,સોના પારણિયે ઝૂલો.
ભણીને હોશિયાર બનજો વીરા મારા, સોના પારણિયે ઝૂલો,
બ્હેનીની ખબરો લેજો વીરા મારા, સોના પારણિયે ઝૂલો.
માતાને ઘણા વ્હાલા વીરા મારા,સોના પારણિયે ઝૂલો,
માતાની સેવા કરજો વીરા મારા, સોના પારણિયે ઝૂલો.
પિતાને ઘણા વ્હાલા વીરા મારા,સોના પારણિયે ઝૂલો,
પિતાની સેવા કરજો વ્હાલા મારા,સોના પારણિયે ઝૂલો.
સોના પારણિયે ઝૂલો વીરા મારા સોના પારણિયે ઝૂલો.
(માતા પિતા ખેતીના કામે ગયાં છે ત્યારે નાની બહેન પોતાના ભાઈને સાચવે છે અને પારણામાં સુવડાવીને હાલરડું ગાય છે તે અહીં રજૂ કર્યું છે.)
'સહજ'
હેડ ટીચર પ્રા.શા.