કથણ ચોટ છે કાળ ની રૅ...
✍🏻 દાસધીરો
🍂🍃🍂🍃🍂🍃🍂
કઠણ ચોટ છે કાળ ની રૅ મરણ મોટેરૉ માર
કંઈક રાજા ને કંઈક રાજીયા,હાં રૅ મેલી હાલ્યા સંસાર
હેતે હરિ નો રસ પીજીઍ...
સંસાર ધુમાડા ના બાચકા રૅ હાથ આવૅ ન કાઇ
રંગ પતંગ નો ઉડી જશે,હા ર જેમ આંકડા નો થોર
હેતે...
માળી વિણે છે રૂડા ફુલ્ડા રૅ કળી કરે છે વિચાર રૅ
આજનો દિવસ રળિયામણૌ,હા રૅ કાલ આપણે શીર ઘાત રૅ
હેતે....
કોના છોરુ ને કોના વાછરુ રૅ કોનાં માતા ને બાપ
અંતે જાવું જીવને એકલા હાં રૅ સાથે પુણ્ય ને પાપ રૅ
હેતે હરિ...
દુર્લભ દેહ ને જાણીયે રૅ જાતા લાગે ન વાર
હું ને મારુ મિથ્યા કરી જાણજો,સ્વપ્ન જેવો છે સંસાર રૅ
હેતે...
દાસ ધીરૉ રમે રંગ મા રૅ રમે દિવસ ને રાત
ગુરુ ઍ મારગ દેખાડ્યો લીધૌ સાધુ નો સંગાથ રૅ
હેતે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻