જેને પામવાની તૈયારીઓ મારા
મનમાં તડામાર છે,
હા ! મારી વ્હાલી પાતળી પરમાર છે.
કહી દઉં એને જઈ હું બધું જે દિલમાં છે
મન કહે થોભ હજી વાર છે,
હા ! મારી વ્હાલી પાતળી પરમાર છે.
જેના આવવાથી જિંદગીમાં મારી
ખુશીઓની ભરમાર છે,
હા ! મારી વ્હાલી પાતળી પરમાર છે.
આવે તો કહી દઉં ઊભી રે ને ક્યાં જાય છે
હજી હાલ આવી જવાની હજી વાર છે,
હા ! મારી વ્હાલી પાતળી પરમાર છે.