મારે તને દિલ ની એક વાત કહેવી છે,
આ દિલ આમ રજા માંગે છે.
છે જે કંઈ પણ સજા તારી જિંદગીની,
આ દિલ તાઉમ્ર એ સજા માંગે છે.
ના ઘડીભર ની વાત નથી આ , તારી સાથે
આ દિલ ઉમ્રભર ની વ્યથા માંગે છે.
હા ! જીવી લઇશુ ને આપણે પણ રગળ ટગળ,
આ દિલ ક્યાં કોઈ મહેફિલની મજા માંગે છે..?
ચાલ આવને આમ જ જેવી તેવી તું,
આ ઈશ્ક ક્યાં કોઈ પ્રથા માંગે છે..?