આ ધૂળ, ધૂળ કેવી..?
જેના મૂળ નથી મળતાં.
જ્યાં જોવું ત્યાં પ્રસરી છે પણ
એના દાગ ક્યાંય સ્થૂળ નથી મળતાં.
જે મળ્યા મને ગયા દૂર મુજથી,
રહેવા સાથે મારા કોઈ મજબૂર નથી મળતાં.
કે લખ્યા લલાટે હશે આ નસીબ હવે,
જ્યાં હું દિલ જીતુ મને એવા રકીબ નથી મળતાં.
શોધ્યા પાના ફેરવી ફેરવી નુસખા ખુશીનાં,
કે છુપાયા એ ક્યાં બુરખા પહેરી નથી મળતાં.