*કરી દે અરીસો*
*ગઝલ*
*કેશ પાકયાનો ય ચમકારો કરી દે અરીસો,*
*પાનખર આવ્યાનો અણસારો કરી દે અરીસો.*
*ક્યાંક અંતરનો અરીસો પણ હકીકત કહે છે,*
*જો કર્યું ખોટું તો ખોંખારો કરી દે અરીસો.*
*ભીંની આંખે ધૂંધળી તસવીર દેખાય અંદર,*
*દર્દનો છૂપોય થડકારો કરી દે અરીસો.*
*બિંબ ખુદનું આમ તો પ્યારું જ લાગે,ખરુંને!*
*સત્યનો ભીતરથી ચમકારો કરી દે અરીસો.*
*અંતરે જ્યાં મેલનો ધુમ્મસ હિલોળા લેછે ત્યાં,*
*સ્વચ્છતાનો ફક્ત હલકારો કરી દે અરીસો.*
*'નેહ' ઝખ્મો પાળવાનો શોખ રાખી શું કરશો?*
*ઘાવને હડસેલો, દેકારો કરી દે અરીસો.*
–©️ *વંદના બ્રહ્મભટ્ટ "નેહ"*
*1/12/'20*