સાંજ ઝરુખે મારુ હોવુ....
કંઇ સમજાતુ નથી...
અમથુ...અમથુ..રાહ જોવુ....!!
કંઇ સમજાતુ નથી...
હસવા માટે તું કરે..નિષ્ફળ પ્રયત્નો લાખ પણ..
હસતા...હસતા..તારુ રો'વુ...
કંઇ સમજાતુ નથી..
તારા હોવા ની ખબર..લાવે પવન મારા સુધી..
ને મને,ખુદ મારુ હોવુ...
કંઇ સમજાતુ નથી...
કોઇ સમજાવો મને..પત્થરમાં ના પાણી વિષે..
આ ખડક મા ઝરણું હોવું...
કંઇ સમજાતુ નથી...
સાંજ ઝરુખે મારુ હોવુ...
અમથુ..અમથુ..રાહ..જોવુ..
કંઇ સમજાતુ...નથી..
Trushar Ka.patel