Gujarati Quote in Poem by DOLI MODI..URJA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને મારામાં કયાંક હું પણું જ નડે છે......
એક ડગલુ આગળ વધુને એક પાછળ પડે છે......
મને મારામાં કયાંક હું પણું જ નડે છે.......

લાગણીની રમતમાં સંબધોનુ પાસું પડે છે......
હાર જીતના હિસાબમાં કયાક ખેલ નબળો પડે છે.......
મને મારામાં કયાંક હું પણું જ નડે છે.........

ઊડવા ઊંચે અંબરે પાંખ તો ફેલાવવી પડે છે........
ભેગું કરવા તણ-તણ નજર જમીને ધરવી પડે છે.......
મને મારામાં કયાંક હું પણું જ નડે છે........

અભિમાનનો પછેડો ઓઢી સંસારે ચાલવું પડે છે.......
જાણી પીછાણી કંઈ કેટલુય દર્દને દરિયે ડૂબવું પડે છે......
મને મારામાં કયાંક હું પણું જ નડે છે......

એવું નથી- કે .....
હું કશું જાણતી નથી..! જાણીને અજાણ બનવુ પડે છે.....
મોહરા તો બધાએ પેહર્યાં જ છે......
એ જાણીને હું નુ પણ મોહરુ પહેરવું  પડે છે........
મને મારામાં કયાંક એ હું પણું જ નડે છે.........

Gujarati Poem by DOLI MODI..URJA : 111619567
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now