રાહ જોતાં તારી જો વરસો વીત્યા
નયનમાં ન કદી બીજા સપના વસ્યા
પહેલી નજરનો પ્રેમ, પણ ન પામ્યા
ડગલે ને પગલે તમે ખૂબ યાદ આવ્યા
મહેંદી ભરેલા હાથ હતા, પણ
નામ તમારું ન લખી શક્યા
સિંદૂર ભરેલી ડબ્બી હતી હાથમાં
પણ સેંથી તમે ન મારી ભરી શક્યા
છે આજ હવે તો જીવનની સંધ્યા
વાટડી જોવાની હવે આદત થઈ
ને આંખો બિછાવી છે હજીયે
જોને તારી રાહમાં.......
-Mir