નથી અમને ફળી દુનિયા,
બરાબર તેં કરી દુનિયા.
હતી તું તો હતી દુનિયા,
નથી તું તો નથી દુનિયા.
ભરોશો ના રહ્યો થોડો,
કહી વાતો ફરી દુનિયા.
વખાણી ખીચડી દાઢે,
ચણા ઝાળે ચડી દુનિયા.
ઘણી ઊંધી ચતી થાયે,
નથી સારી જરી દુનિયા.
હશે શું અક્ષ એમાં? કે,
ગઝલ તારી બની દુનિયા.
-Akshay Dhamecha