# ગુજરલો:કન્યા વળાવતી વેળાનું ગીત
મારું ઝેણું ઝેણું દળનારાં સાસરિયે જાય
ગુજરલો.....ગુજરલો......,
મારા લખમણભાઈના દીકરી તો સાસરિયે જાય
ગુજરલો.....ગુજરલો......,(૨)
મારા લખમણભાઈના દુઃખના દા'ડા આવી જા રે
ગુજરલો.....ગુજરલો......,(૨)
મારા લખમણભાઈના ઢોલિયા કોણ ઢાળશે રે
ગુજરલો.....ગુજરલો......,(૨)
મારું ઝેણું ઝેણું દળનારાં મૂલવાય જાં
ગુજરલો.....ગુજરલો......,(૨)
મારા લીલાબેનના દીકરી તો સાસરિયે જાય
ગુજરલો.....ગુજરલો......,(૨)
મારા લીલાબેનની રસોઇઓ કોણ રાંધશે રે
ગુજરલો.....ગુજરલો......,(૨)
મારા લીલાબેન તો રસોડે જઈ રડશે રે
ગુજરલો.....ગુજરલો......,(૨)
મારા લીલાબેનના પાંણીલાં કોણ ભરશે રે
ગુજરલો.....ગુજરલો......,(૨)
મારા લીલાબેનના દુઃખના દા'ડા આવી જા રે
ગુજરલો.....ગુજરલો......,(૨)
'ગુજરલો' કન્યા વળાવતી વેળાનું ગીત છે.અહીંયા કન્યા વિદાયની જગ્યાએ કન્યા વળાવવાનો શબ્દ પહેલાથી પ્રચલિત છે.આ ગીત જ્યારે ગવાય છે ત્યારે આજુબાજુ સન્નાટો છવાય જાય છે.આ ગીતને સ્ત્રીઓ એટલા મસ્ત કરૂણ લયથી ગાય છે કે આંખના ખૂણા ભીના થયા વિના ના રહે.
~પ્રવીણસિંહ ખાંટ
ફોટો:- બહેન ખાંટ રશ્મિકા ના લગ્નના ફૂલેકાનો છે.