"વિરહગીત "
કેદાડોના કોરાને કાગળ લખતાં રે લાડાભાઇ બેની આપડા રઇ જ્યાં રે રઇ જ્યાં પરદેશ
કેદાડોના બેનીઓને બેનીઓ જગતાં રે લાડાભાઇ બેનીઓ આપડી રઇ
કેદાડોના બનેવીને બનેવી જખતાં રે લાડાભાઇ બનેવી આપડા રઇ જ્યાં રે રઇ જયાં પરદેશ
કેદાડોના મામાના ને મામા જખતાં રે લાડાભાઇ મામા આપડા રઇ જ્યાં રે રઇ જયાં પરદેશ
કેદાડોના કોરાને કાગળ લખતાં રે લાડાભાઇ મામીઓ આપડી રઇ ગઇ રે રઇ ગઇ પરદેશ
કેદાડોના વીરાને વીરા જખતાં તે લાડાભાઇ વીરા આપડા રઇ જયાં પરદેશ
કેદાડોના કોરાને કાગળ લખતાં રે લાડાભાઇ ફુવા આપડા રઇ જ્યાં પરદેશ
કેદાડોના કોરાને કાગળ લખતાં રે લાડાભાઇ ફોઇઓ આપડી રઇ ગઇ રે રઇ પરદેશ
સમજૂતી:- જયારે તેલ ચઢાવી વર કન્યાને ઘરની બહાર ચોકમાં વાનો યાની ફુલેગું કાઢવામાં આવે છે ત્યારે ઘરના એક-એક સભ્યને યાદ કરી કુટુંબની બહેનો ગીત ગાતી હોય છે આ ગીતમાં વિરહની ભાવના સમાયેલી છે કદાચ તેડૂં કરવામાં કે પત્ર રુપિ નિમંત્રણ આપવામાં ભૂલ થઇ હોય એવા સમયે વર કે કન્યા પોક મૂકીને રડી પડે છે
- અર્જુનસિંહ પારગી