Gujarati Quote in Song by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝીણના વાલમ !

થાળી માંડો મોકળી રે હટ્ ઝીણના વાલમ,
રૂપિયા આવહે હામટા રે હટ્ ઝીણના વાલમ.
મામા આવહે મોકળાં રે હટ્ ઝીણના વાલમ,
રૂપિયા મેલહે હામટાં રે હટ્ ઝીણના વાલમ.
થાળી માંડો મોકળી રે હટ્ ઝીણના વાલમ,
રૂપિયા આવહે હામટા રે હટ્ ઝીણના વાલમ.
મામીઓ આવહે મોકળી રે હટ્ ઝીણના વાલમ,
રૂપિયા મેલહે હામટાં રે હટ્ ઝીણના વાલમ.
થાળી માંડો મોકળી રે હટ્ ઝીણના વાલમ,
રૂપિયા આવહે હામટા રે હટ્ ઝીણના વાલમ.
બેનીયો આવહે મોકળી રે હટ્ ઝીણના વાલમ,
રૂપિયા મેલહે હામટાં રે હટ્ ઝીણના વાલમ.
થાળી માંડો મોકળી રે હટ્ ઝીણના વાલમ,
રૂપિયા આવહે હામટા રે હટ્ ઝીણના વાલમ.
બનેવી આવહે મોકળાં રે હટ્ ઝીણના વાલમ,
રૂપિયા મેલહે હામટાં રે હટ્ ઝીણના વાલમ.
થાળી માંડો મોકળી રે હટ્ ઝીણના વાલમ,
રૂપિયા આવહે હામટા રે હટ્ ઝીણના વાલમ.
ફુવા આવહે મોકળાં રે હટ્ ઝીણના વાલમ,
રૂપિયા મેલહે હામટાં રે હટ્ ઝીણના વાલમ.
ફોઈયો આવહે મોકળી રે હટ્ ઝીણના વાલમ,
રૂપિયા મેલહે હામટાં રે હટ્ ઝીણના વાલમ,
થાળી માંડો મોકળી રે હટ્ ઝીણના વાલમ,
રૂપિયા આવહે હામટા રે હટ્ ઝીણના વાલમ.

લગ્ન પ્રસંગમાં ચાંદલો(રોકડ રકમ) લખાવવી ફરજીયાત છે, જે લગ્નનાં ખર્ચમાં મદદરૂપ થાય છે. એટલે વરની બેનો વરને સારું નોતરું ( ચાંદલો-રોકડ રકમ) થાય અને એનાથી લગ્ન પ્રસંગ સારી રીતે પાર પડે એ હેતુથી વરના નજીકના સંબંધીઓને આડકતરી રીતે અન્યો કરતાં પોતાને વધારે ચાંદલો કરવાની સલાહ આપે છે.

--- માનસીંગ પારગી

Gujarati Song by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111619381
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now