માડવાનું ગીત
1
તોરણીએ આવેને પાસો ઠેલાય હે અરયેને પાસો ઠેલાય હે
ઝાંપે આવેને પાસો ઠેલાય હે અરયેને પાસો ઠેલાય હે
પેણવા આવેને પાસો ઠેલાય હે અરયેને પાસો ઠેલાય હે
સોરીમાં આવેને પાસો ઠેલાય હે અરયેને પાસો ઠેલાય હે
2
માંડવા ઉપોર પોપટ બોલ્યો ડરો નથી રે મારા લાડણબેન
કૂકેડો બોલેને તમે દરેણું દળાવજો ડરો નથી રે મારા લાડણબેન
નઇરે દળેતો પાટીએ હમજાવજો ડરો નથી રે મારા લાડણબેન
માંડવા ઉપોર પોપટ બોલ્યો ડરો નથી રે મારા લાડણબેન