Gujarati Quote in Song by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલેડાનું લોકગીત..
એક કોતેડે વાવડી એક કોતેડે ધાવડી.....(૨)
એક કોતેડે વીરા,
એક કોતેડે વેવાંણી....(૨)
હેત તને ....વીરા લાવે ભોજાય કરું.....એક કોતેડે
એક કોતેડે વાવડી એક કોતેડે ધાવડી......(૨)
એક કોતેડે કાકા....એક કોતેડે....વેવાંણ્યાં.
હેત તમને કાકા લાવે
કાકીઓ કરું .એક કોતેડે
વાવડી એક કોતેડે ધાવડી....(૨)
એક કોતેડે વિજયભાઈ અેક કોતેડે લુંડાળી....
હેત તને વીરો પરણે વહુવેર કરું...
એક કોતેડે વાવડી એક કોતેડે ધાવડી...........(૨)
બલવંત પરમાર.બિંદુ.



સમજુતી....આ ગીત જાન ઉતારે ઉતરે ત્યારે કન્યા પક્ષની બેનો ગોળ ગોળ ફરતી પગના ઠમકા સાથે એકબીજાને ખભે હાથ મૂકી વર પક્ષની વેવાંણોને સંબોધી નિદોૅષ ભાવે ગાય છે. જે હાલેડો કહેવાય છે.

Gujarati Song by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111619373
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now