લગ્નગીત
થાળીમાં મેલ્યો દીવડો હો ગલીયા,
દીવડો લેરે શેરે જાય.
બાપુ વિના શાં લાડ રે હો ગલીયા,
દીવડો લેરે શેરે જાય.
બાપુ કાંન્તિભાઈ સાથે રે હો ગલીયા,
દીવડો લેરે શેરે જાય.
માતા વિના શાં લાડ રે હો ગલીયા,
દીવડો લેરે શેરે જાય.
માતા મંગુબા સાથે રે હો ગલીયા
દીવડો લેરે શેરે જાય.
કાકા વિના શાં લાડ રે હો ગલીયા
દીવડો લેરે શેરે જાય.
કાકો કનુભાઈ સાથે રે હો ગલીયા,
દીવડો લેરે શેરે જાય,
કાકી વિના શાં લાડ રે હો ગલીયા,
દીવડો લેરે શેરે જાય,
કાકી કંકુબા સાથે રે હો ગલીયા,
દીવડો લેરે શેરે જાય.
થાળીમાં મેલ્યો દીવડો હો ગલીયા,
દીવડો લેરે શેરે જાય.
મણિલાલ વાલજીભાઈ રોહિત 'સહજ'