"પિયરની યાદનું વિરહગીત"
કાળીરે કોયલડી રાણી વનમાં જઇ કંય રેતાં રે
વનમાં રેતાં ને વનફળ ખાતાં સરર પાણી પીતાં રે
અરતે ફરતે મેડીયો સડશું બાપાની વાટો જોશું રે
કાળી રે કોયલડી રાણી વનમાં જઇ કંય રેતાં રે
વનમાં રેતાંને વનફળ ખાતાં સરર પાણી પીતાં રે
અરતે ફરતે મેડીયું સડતાં માતાની વાટો જોશું રે
કાળીરે કોયલડી રાણી વનમાં જઇ કંય રેતાં રે
વનમાં રેતાં ને વનફળ ખાતાં સરર પાણી પીતાં રે
અરતે ફરતે મેડીયો સડશું કાકાની વાટો જોશું રે
કાળીરે કોયલડી રાણી વનમાં જઇ કંય રેતાં રે
વનમાં રેતાં ને વનફળ ખાતાં સરર પાણી પીતાં રે
અરતે ફરતે મેડીયો સડશું કાકીની વાટો જોશું રે
કાળીરે કોયલડી રાણી વનમાં જઇ કંય રેતાં રે
વનમાં રેતાં ને વનફળ ખાતાં સરર પાણી પીતાં રે
અરતે ફરતે મેડીયો સડશું વીરાની વાટો જોશું રે
ઘોડા ઉપર લગામ ઝળકી હોય મારે વીરો આવે રે
કાળીરે કોયલડી રાણી વનમાં જઇ કંય રેતાં રે
સમજૂતી:- દિકરીનું લગ્ન થયા બાદ પોતાના પીયરના વિરહમાં ગવાતું આ લોકગીત છે
- અર્જુનસિંહ પારગી