જે વીના કારણે જ ગમે
જેની સાથે અઢળક વાતો કરવાનું મન થાય
જે ભલે ચૂપ રહે પણ અહેસાસ આપે કે જાણે આપણને સાંભળે છે
જે આપણી ખુશીમાં જ ખુશ રહે... Bindu 🌺
જે ને ગમે તે કહીએ તો પણ ક્યારેય ન રીસાય
જેને વિના કારણે જ મળવાનું પણ મન થાય
જેને ક્યારે ભૂલી જ ન શકાય
જેને આપણે જ્યારે આપણી મુસીબતો સંભળાવીએ
તો તેમાંથી બહાર નીકળવાના અનેક માર્ગ સૂચવે
આપણને ખબર જ છે કે જીવન એની સાથે નથી જીવવાનું
છતાં પણ જાણે એ જ આપણા જીવનનો એક હિસ્સો છે...
કદાચ આને જ મિત્ર કહેવાતું હશે..
ના ખરેખર એને જ સાચો દોસ્ત કહેવાય..
કારણકે આપણા હજારો દોષો ભૂલીને બસ આપણને યાદ રાખે
હા ખરેખર એ જ તો દોસ્ત કહેવાય...
🙏જય શ્રી કૃષ્ણ 🙏
O1/12/20