ભગવાને આપેલ ખૂબ જ સુંદર ઉપહાર છે તું,
મારા દિલનો સૌથી અમુલ્ય હિસ્સો છે તું...
તારાથી થાય મારા જીવનની નવી શરૂઆત,
તારાથી થાય મારા જીવનની સોનેરી સવાર...
તું દુઃખી થાય તો જીવ મારો દુઃખી થાય,
તું ખુશ થાય તો જીવન મારુ સફળ થાય...
મારા સુખ દુઃખની તું સાચી સાથી સંગાથી,
મારા જીવનની તું સાચી મારી રાહદારી....
તું જ મારી દિકરી અને તું જ મારી સખી,
મારી બેન તું જ મને સૌથી વ્હાલી....
-Rajeshwari Deladia