અડચણો
અણધારી આ સ્થિતિ એવી કે પળમાં વિખેરતી સઘળું ,
રાજાને રંક બનાવે છીનવી લે જીવનભરની માયા મૂડી
હોય ભલે નિષ્પાપ આદમી એને ન કોઈ પરવા ,
મહેમાન બનીને આવી,ટકે ક્યારેક તો પૂરી જિંદગાની
ઢીલા મન બેસે રો'વા ભાળી દુઃખના દહાડા ,
કઠણ કાળજું હોય છતાં એક ખૂણે બીક જીવતી
આળ્યો ઘોળ્યો છેલ્લે તો મારા રામ પર ઢોળ્યો ,
પોતાનું બાળક દુઃખી દેખી એને પણ ક્યાં મજા આવતી ?
કર્મના આ લેખ છે અને અનુભવનું ભરવું ભાથું ,
આમાંથી થઈ ગયા પાર તો અસલ મજા તે માણી
સગાંવહાલાં કોણ પોતાના સમય કરાવે બધી ભાન ,
વ્યવહાર સાચો નીતિમત્તાનો માણસાઈ શીખવે ખરી
હારી નહીં થાકી નહીં, કરવો સામનો ખુલ્લી છાતીએ લડીને ,
સમજો તો એમાં પણ સુખ છે એનું નામ જ ખાટી મીઠી મુશ્કેલી !!
-ઉર્મિ
-Urmi Chauhan