Gujarati Quote in Quotes by M shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કયારેક *એકલા* ચાલવાનો *સમય* આવે ત્યારે *ડરશો નહિં*, કેમકે *સ્મશાન અને સિંહાસન* પર *એકલા* એ જ *બેસવાનું* હોય છે.

*મરનાર* ને રોવા વાળા *હજારો મળી જાય* છે, પણ જે *જીવે* છે એને સમજવાવાળા *એક પણ મળતા નથી*.

*સંબંધ* માં જ્યારે *જીદ* અને *અહમ્* આવી જાય છે ત્યારે બંને *જીતી જાય* છે અને *સંબંધ* *હારી જાય* છે

*ભગવાન* પાસે *સાંસારિક સુખ* માંગવુ એટલે *હાથે કરીને દુર્ગતિ કરવી*, *ભિખારી* ને પણ એટલી *અક્કલ હોય* છે કે *ભીખ મંદીર ની અંદર ના મંગાય.*

*પ્રભુ ને પ્રાર્થના* કે - મને એવી *સવાર* આપો *પ્રભુ* કે હું તમારી પાસે થી કંઈ *માગવાની જગ્યા* એ તમે *મને જે આપ્યુ* છે તેને *માણતા શીખુ*

*સંબંધ* *સાચવવા માટે* હોય છે અને *પૈસા* *વાપરવા માટે* હોય છે, પરંતુ આજનો મનુષ્ય *પૈસા સાચવે* છે અને *સંબંધ વાપરે* છે.

આજે *આપણે* પોતે *શુ કરવુ* તે કોઈને *ખબર નથી* પણ *બીજા ને શું કરવું* જોઈએ એની *સલાહ* બધા પાસે છે.

*પથ્થર પ્રતિમા બન્યો* એ જોઈ *હૈયું હરખી* ગયું, પણ *પ્રતિમા* ને *પૂજનારો પથ્થર* જ રહ્યો એ જોઈને *દિલ રડી પડ્યું*.

*સુખ* મળે *પુણ્ય* થી, પણ મળેલા *સુખ ને* વંહેંચશો નહીં તો નવું *પુણ્ય* નહીં બંધાય.

*પૈસા* તો બધા *કમાય* છે, *આશીર્વાદ* પણ *કમાવ*, *આશીર્વાદ* ત્યાં *કામ આવે* છે , જ્યાં *પૈસા* કામ *નથી આવતા*.

*કાળી શાહી* થી લખો કે *લાલ શાહી* થી, *અમુક યાદો* કાયમ *લીલી* જ રહે છે.

🙏🙏🙏

Gujarati Quotes by M shah : 111619119
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now