Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dustbin... 4 વર્ષનો અપૂર્વ રોજ એની મમ્મા ને જીદ કરે છે મારે પણ આજે ઓફિસે તારી જોડે આવું છે રોજ કંઇક ને કંઇક બહાનું બનાવતી આરતી આજે અપૂર્વ ને તેની ઓફિસે લઇ જાય છે સવારના સમયે ઓફિસે પહોંચતા જ નિર્દોષ અપૂર્વના નિર્દોષ પ્રશ્નો નો દોર ચાલુ થઈ જાય છે અને આરતી પોતાના ટેબલ પર બેસીને આજના પૂર્ણ કરવાના કાર્યો તરફ નજર કરે છે એને વિચારતી હોય છે ત્યાં જ અપૂર્વના પ્રશ્નો ના જવાબ પણ આપે છે અને ત્યાં અપૂર્વ એક એવો પ્રશ્ન પૂછે છે જે આરતીની વિચારતી કરી દે છે અને મનમાં હસી પડે છે અને પોતે પણ પોતાની જાતને પ્રશ્ન પૂછે છે... Bindu 🌺
આરતી : અપૂર્વ બેટા દોડાદોડ નહીં કર અહીં મારા ઓફિસમાં બેસીને      જોવાનું છે અને તારા રમકડાંથી રમવાનું છે...
અપૂર્વ : મમ્મા તારી ઓફિસમાં આ સુંદર 🐈 છે...
આરતી : હા બેટા...
અપૂર્વ : તો મમ્મા તે મને કહ્યું કેમ નહીં... અને મમ્મા શું અહીં નાના નાના પપ્પી પણ છે ?તારી ઓફિસમાં.. મારે તેમને જોવા છે અને આટલા સુંદર ફૂલો પણ અહીંયા કોણ લઈ આવે છે આ બગીચો કોણે બનાવ્યો ?સામે જે બિલ્ડીંગમાં દેખાય છે તે શું છે ?તે પણ ઓફિસ છે?
આરતી : અપૂર્વ તારા આટલા બધા પ્રશ્નોનો જવાબ હું ક્યારે આપીશ મારે ઘણું ખરું કામ છે બેટા તું થોડી વાર ચૂપ રહીશ.
અપૂર્વ : મમ્મા આ ગ્રીન છે એ dustbin છે ને??
આરતી : હા બેટા...
અપૂર્વ : તો  મમ્મા આ dustbin કરતાં ઓફિસમાં કચરો કેમ વધારે છે જો તો ખરા ... અને dustbin તો clean છે... અને અપૂર્વ છત તરફ જુએ છે
આરતી પણ અપૂર્વ ના પ્રશ્ન ને સાંભળીને છત તરફ  જુવે છે અને વિચારે છે કે ખરેખર અપૂર્વ ની વાત કેટલી સાચી છે ઓફિસમાં થોકબંધ કાગડિયાઓ, ફાઇલોના ઢગલાઓ અને તેના પર ધૂળના થર અને પંખાની તો હાલત જ ....07/11/20

Gujarati Story by Bindu : 111619094
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now