દિવસ આથમ્યો ને મને રાત મળી
સાચું કહું તો મને મારી જાત મળી,
જાજા એવા સબંધો માં જીવ ખુબ રોંધાયો
એકલતા ની સાથે મને સુકુન વાળી ચા મળી,
શોધતો રહ્યો બીજા માં જે અમૂલ્ય લાગતું હતું
પછી ખુદ થી જ ખુદ સુધી ની મને રાહ મળી,
નજરે કઈ જડતું નોતું જે નયનરમ્ય જોયતું હતું
અરીસા ની સામું ચાહતી મને મારી ' જાન ' મળી,
હતા સવાલો ગણા પણ જવાબ એકેય નો હતો
અમસ્તા અમસ્તા જ મને મારી પહેચાન મળી
- એન.પી