Gujarati Quote in Motivational by Anil Bhatt

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# શુભ સાંજ

પૈસાની અને સુખની દરેક ની વ્યાખ્યા અલગ અલગ હોય છે.
મને સાઈકલ સુખ આપે તો કોઈને બાઇક સુખ આપે છે. મર્યાદિત જરૂરિયાત માં માનવી જીવતા શીખી જાય તો સુખ અને સુખ જ મળે!
લોક ડાઉન માં ઘણી ઓછી જરૂરિયાત થી આપણે જીવ્યા જ ને? " કોરોના " મોટી શીખ આપી ગયો છે કે જરૂરિયાત ઓછી કરશો તો ગુજરી નહિ જાવ!
સુખી થઈ અને આનંદ થી જીવી શકશો.
ચંચળ માનવ સ્વભાવ ને સંતોષ કયાં છે?
બસ ફરી પાછા મોહ માયા અને દેખાદેખી માં ઘુસી આપણેવધુ દુઃખી થાય છીએ !તેમાં પણ મઝા આવે છે!જીવ બાળી એ છીએ !
ખેર કોઈ જિંદગી આખી રડતા રડતા જ જીવે છે તો કોઈ હસતા હસતા જીવે છે.
કયારેક લાગે કે મારા પાસે આટલા રૂપિયા હોય તો હું સુખી થઈ જાવ! એવા ભ્રમ માં જીવે છે.
કહેવાય છે ને કે " સંતોષી નર સદા સુખી " તે સાચું લાગે છે પણ અપનાવી નથી શકતા!
પૈસો અનિવાર્ય અનિષ્ટ સમો છે!
પૈસો હોય તો , વધુ હોય તો કે ઓછો હોય તો જેમને ફરક ના પાડતો હોય તે સુખી રહી શકે છે.
અસ્તુ
અનિલ ભટ્ટ

Gujarati Motivational by Anil Bhatt : 111618960
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now