આજે હૈયાને શ્વાસોનો ભાર લાગે છે,
હા, તારા જ શબ્દોનો વાર લાગે છે.
પંડમાં અસહ્ય પીડા થઈ રહી છે,
નક્કી તારા જખ્મોનો માર લાગે છે.
મીઠા સૂરના સ્નેહમાં જ્યાં ગળાડૂબ રહેતા,
ત્યાં જાણે તૂટેલી સિતારનો તાર લાગે છે.
સ્પર્શ્યો હતો જે કોમળ હસ્તે આ દેહને,
એ જોબનને તારા આલિંગનનો ભાર લાગે છે.
Zankhna.