Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌻

વ્યાકુળતા


હાથ જોડીને વિનંતી
એ પછી આ
હસતા ચહેરાનો હાહાકાર
ફરતો એ ચારે કોરથી
ડર હતો એ જ દોરથી
આસ-પાસ છે હારે હાસ
હાસિયાનો આ છે ક્યાસ
વ્યાકુળતાનો છે ઈતિહાસ
રાજસભામાં ઉપહાસ
માધવ-મોહન
છું એક દાસ
વ્યાકુળતાનો વધતો વ્યાસ
જુઓ એ દૌપદી
આ અને આથી
વધુ મૌન છે જાણે
ગુરુ,તાત,અને જાત-
... ઉદાસ
હસતો-હસતો ફરતો રાસ
દુશાસનનો વધતો ત્રાસ
અને વ્યાકુળતા જાણે આક્રંદ કરતી માધવ માધવ કહેતી
ચીસ ચારેકોરથી ચટ્ટાનને ચીરતી
દરિયાને ફીણતી
ગઢ જેવા પર્વતોને પડકારતી
ખડખડતો ખોદીને ગરકાવતી
આકાશ-પાતાળને પુકારતી
એ ચીસ માધવ માધવ કહેતી
તમને જ સંભળાતી હોય તો
સાંભળજો
પીગળાવતી એ
પૃથ્વીના પ્રાણ અને પ્રકૃતીને
ગ્રહો,નક્ષત્રોમાં આપાત-ગ્રહણને
દવથી દજાડતી દાવાનળને
રણ થૈ ગયેલા આ રેગીસ્તાનને
કરી નાખેલું છે યુગ-યુગાંતરમાં તોફાન ત્યારે
વૈકુઠનો પવન વંટોળે વળતો
શેષનાગનો પાશ ફરતો
દ્વારકાનો દ્વાર થડકતો
ત્યાં જ
વ્યાકુળતામાં આભ કકળતો
આકાશ વાણી કરતો
માધવ જુઓ આ દશા-દુર્દશા
ત્રેતાનો રાવણ
દ્વાપરનો દુશાસન
અને આ કળિયુગમાં !
રાવણ ઓળખાતો નથી
વેશ પલટો કરી લીધો છે એ
દુશાસને તો વેશ વણી લીધો છે
દરરોજ દૌપદી પુકારે છે
માધવ-માધવ કહીં ઉચ્ચારે છે
હાથ જોડેલી જીવતી-મરતી
વ્યાકુળતામાં આમ રજળતી
હે કૃષ્ણ-કૃષ્ણ
સંભળાય છે!
વ્યાકુળતા

જાગૃતિ મારુ
તા.૩૦/૧૧/૨૦૨૧

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111618736
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now