🪔
*માનવ દીપક આયુષ્ય તણો,બુઝાતા નહિ લાગે વાર*
*અમુલ્ય મણી ઉઠાવી જશે,તે દિ કોણ થશે રખેવાળ*
આ માનવમણી રુપી અમુલ્ય દેહમા જયા સુધી આયુષ્ય રુપી દિવેલ છે ત્યા સુધી જ પ્રકાશ છે.જ્યારે આયુષ્ય રુપી દિવેલ ખુટશે ત્યારે પલક વારમા જ દિવો બુઝાઇ ઘોર અંધારુ થય જવાનુ છે.જેવી રીતે નદીઓ મા પ્રવાહ ઓછો થાય છે તેજ રીતે મનુષ્ય નુ આયુષ્ય રુપી દિવેલ ઓછુ થાય છે અને પ્રકાશ ઓછો થતો જાય છે અંતે સાવ દિવેલ ખલાસ થતા બુઝાઇ જાય છે.
જગત સ્વાર્થ નિ સગાઇ છે.આયુષ્ય રુપી દિવેલ ઓછુ થતા આપણા સગા તો ઠીક પણ અવયવો,ઈન્દ્રિયો પણ સાથ આપતા નથી.
જ્યારે છેલ્લી અવસ્થા ( વૃધ્ધાવસ્થા ) આવૅ છે ત્યારે પગ પણ ધાર્યા પ્રમાણે પૃથ્વી પર મુકાતા નથી,હાથ કંપે છે,કાન પણ શબ્દો ને ગ્રહણ કરતા નથી.નેત્ર પણ ઝાંખુ ભાળૅ છે,દાંત પણ દગો દે છે આવી સ્થિતિ મા મન પણ તાબા મા ન રહેતા વિહકળ બની જ્યા ત્યા દોડવા લાગે છે.આમ આપણા અવયવો પણ સાથિદાર બનતા નથી તો પછી બીજા તો ક્યાંથી સગા થાય.
*માનવ મોહ તજી દે,ખોટો છે સર્વ ખેલ*
( પૂજ્ય સવાબાપા...)
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻